# કાવ્યોત્સવ - 2
***** અરજ *****
મનભાવન મુખડું તારું નીરખુ વારંવાર
લોચન એવા રાખજો.
વૈભવ તારો સોહામણો નિહાળુ વારંવાર
દર્શન એવા આપજો.
મને દર્શન તારા થાય વારંવાર
દિવ્યચક્ષુ એવા આપજો.
ભજન તારા સાંભળું અપરંપાર
દિવ્યધ્વનિ એવો આપજો.
મારા શબ્દો બની જાય તારા ભજન
શબ્દો એવા આપજો.
તારા દ્વારે દોડી જાય વારંવાર
ચરણ એવા રાખજો.
કર જોડી કરું અરજ એટલી
અરજ મારી સ્વીકારજો.
હું તો તારા તેજ નું એક જ બિંદુ
"તેજબિંદુ" બની ચમકાવજો.