સપનાઓ નો સાથ હોય
આંખ ખુલ્યા સુધી નો
ભૂલી ગઈ છે જેને,
એને શું કામ યાદ કરવા
આભાસ એ તો મૃગજળ નો,
તો નિર સમજી મેળવવા
શું કામ દિવસો બરબાદ કરવા
ખેરવ્યા પછી ભૂલી જાય છે
વૃક્ષ પણ એના સૂકા પાનને
તો શું કામ સૂકાઇ ગયેલા નેત્રો ને
ભીના ફરી વાર કરવા
મેઘધનુષ સમી તુ રંગો થી
ભરી શકે બધાના જીવનને
તો શું કામ પોતાના જીવન ને
બેરંગ બનાવવાના પ્રયાસ અપાર કરવા
નાજુક પણ નિડર
સુંદર પણ સચેત
નારી પણ નવદુર્ગા સી તુ
શુ કામ ખુદ ને અબળા સમજવાના
વહેમ તૈયાર કરવા
-પલ ચૌહાણ