#કાવ્યોત્સવ2
* રામ * ... 4-5-2019

મને સહુમાં દેખાય મારો રામ, સંભાળીને ચાલજો,
રગ રગમાં રમે છે મારો રામ સંભાળીને ચાલજો.

પથ્થરમાં રામ છે ને પાણીમાં રામ છે,
નજરથી દેખાય દરેક વસ્તુમા રામ છે.

ઝરણાંમાં રામ છે ને તરણામાં રામ છે,
એના વિના ઠાલું ને ઠામ આ જગ છે.

બિંદુમાં રામ છે ને સિંધુમાં રામ છે,
સૌના હૈયાની હામ એક રામ છે.

ભાવના રામ કૃપાલુ એ પ્રાણોના પ્રાણ છે,
એની કૃપાથી થતા સહુ કામ એ રામ છે...

ભાવના ભટ્ટ અમદાવાદ....

Gujarati Shayri by Bhavna Bhatt : 111158978

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now