#કાવ્યોત્સવ2
કૃષ્ણ ... 4-5-2019
માખણ ચોર નઠોર કૃષ્ણ,
કાળજડાની કોર કૃષ્ણ.
યમુના તીરે ધીરે ધીરે,
આવત નંદકિશોર કૃષ્ણ.
વૃદાવનની કુંજ ગલીમાં,
મચાવે બંસી શોર કૃષ્ણ.
માખણ ચોર કહીને કોરે,
એ તો ભક્તોનો માખણ ચોર કૃષ્ણ.
જશોદાનો જાયો એ,
રંગીલો માખણ ચોર કૃષ્ણ ...
ભાવના ભટ્ટ અમદાવાદ......