" કંઈક થયું... "
પાણીને વોટર ભરખી ગયું
હુંડીને ચેક ભરખી ગયા
દિવાળીને ક્રિસમસ ગળી ગયું
કારતકને જાન્યુઆરીએ જલાવી દીધો
તિથિ ને તારીખે ટક્કર મારી...
ખાણુ ને વાળુ ડીનરની ડીશમાં ગયું ..
આવો ગયું, પધારો ગયું, નમસ્તે ગયું, "હાય" અને "હલ્લો"ના હાહાકારમાં સ્નેહભીના શબ્દો ગયા
કાકા ગયા, મામા ગયા, માસા અને ફુવા ગયા.
અને એક "અંકલ" માં એ બધા ગરકાવ થયા ..
તહેવાર ગયા, ઉત્સવના વહેવાર ગયા
અને માત્ર party ને celebrations રહી ગયા
લાપસી, ખીર ને કંસાર ગયા...
અને Cake & cocktail રહી ગયા!
માણસ માંથી માણસાઈ ને સંબંધ ગયા.
ને કામ પૂરતા જ માત્ર mobile numbers રહી ગયા!