#KAVYOTSAV -2
પગરવ...
------------
આવ્યા તમે ને થઇ નવી શરૂઆત મારા જીવનની,
ખીલી નવી મૌસમ તમારા પગરવ થી મારા જીવનમાં...
થયું મન બેબાકળું તમારા હલચલથી મારા જીવનની,
અલ્લડ અલગારી પણું હતું મારા જીવનમાં...
દુનિયાની દુનિયાદારીમાં બે થી થયા એક આપણે મુસાફરીમાં મારા જીવનની,
આંખ ના પલકારા સાથે બદલાઈ દુનિયા મારા જીવનમાં...
ખીલી ઉઠી વસંત તમારા પગરવ થી મારા જીવનની,
વાસંતી ફૂલ થઇ ખીલતી રોજ મારા જીવનમાં...
તમારા પગરવ પહેલા જ બંધાઈ જાય તાર મારા જીવનની,
જોડાયું બંધન શ્વાસો નું શ્વાસ સાથે મારા જીવનમાં...
- માર્ગી પટેલ