Gujarati Quote in Poem by Asha Tapodhan

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav2

... તારા વગર જીવવું
બહુ અઘરું છે...

તારા વગર જીંદગી માં
બધું સસ્તું લાગે છે,
જીવન મસ્ત છે પણ
તારા વગર જીવવું
મને બહુ અઘરું લાગે છે...

તારી સાથે તો દરેક મુશ્કેલી ઓ
પણ સરળ લાગે છે,
તારા વગર સરળ જીવન મને
બહુ અઘરું લાગે છે...

તારી સાથે દુઃખ માં હસવું
મને સહેલું લાગે છે,
બસ તારા વગર સુખ માં હસવું
પણ હવે અઘરું લાગે છે...

તારો ગુસ્સો સહેવો બહુ
સહજ લાગે છે,
પણ તારી આંખોમાં નમી જોવી
એ મને બહુ અઘરું લાગે છે...

મારા પ્રેમ ના પારખાં કરવામાં
ડર નથી લાગતો પણ...
તે જે વિશ્વાસ મૂક્યો છે
મારા પર એના વગર
જીવવું મને બહુ અઘરું લાગે છે...

હવે વિભુને એક જ વિનંતી
કર્યા કરું છું કે..
વિખૂટાં ન કરે અમને કેમકે
હવે એના વગર જીવવું
આ ઈચ્છા ને બહુ અઘરું લાગે છે...

_ આશા(ઈચ્છા)

Gujarati Poem by Asha Tapodhan : 111158734
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now