#KAVYOTSAV -2
*વાસણો મોટા થઈ ગયા છે*
ઘરનાં વાસણો મોટા થઈ ગયા છે.
મોટો થઈ ગયો છે ડોયો દાળનો ને ભાતિયું ભાતનું;
મોટું થઈ ગયું છે વળી લોયું શાકનું.
મોટી થઈ ગઈ છે કથરોટ ને ગરવું રોટલીનું;
મોટું થઈ ગયું છે વળી પ્રેશર કૂકર.
મોટો થઈ ગયો છે લોટો પાણીનો ને માટલું પણ;
મોટું તો ઘણું થતું હોય છે, સમજાય છે આટલું બસ.
ઘરનાં વાસણો મોટાં થઈ ગયા છે..?
કદાચ...!
ઘરનાં માણસો ઓછાં થઈ ગયા છે.
- ધવલ 'રસ'