જ્યાં જોવું ત્યાં મને આંકડા દેખાય છે
ભૂલવાની કોશિશ કરું તો, છંદ ની માત્રા દેખાય છે
સાગર ને મળવા ની વાત કરું તો, ખાબોચિયાં દેખાય છે
નેત્ર ને જળ નો અવકાશ સમજાય, ત્યાતો ઉછળતા માંછલા દેખાય છે
કુદરત ને મળવાની આશ લય ચાલી તી ગોતવા
મળી જાય સંકા ન બે પલ ત્યાતો, કાગડાં દેખાય છે
વૃક્ષ સંગે વાતોએ વળગું તો ફરિયાદ ન પોટલાં બંધાય છે
વિકલ્પો ની આશા માં જબોડું તો, કુહાડી ને પાવડા દેખાય છે
રહી હવે નદિયોં ની વાત પાણી માં એના ગુણધર્મો દેખાય છે
પણ હવે તો ,તેમાં તરતા હિમાલય ના ચોસલાં દેખાય છે
હવે તો ડાબી પડખે સુતેલા તત્ત્વ ની આસ્થા દેખાય છે
વટે માર્ગુ બની પંથે ભર્યા ડગ તો, છપતા નિશાન ક્ષણ માત્ર દખાય છે
પૂછું છુ છેલ્લો સવાલ તેમાતો, ખરો પ્રશ્નાર્થ દેખાય છે
રહેલા ભેજે ભેજું ખોલ્યું, વહેતા વાયરા માં ઉત્સાહ દેખાય છે
#Kavyotsav 2.0