શું કોઈ સંસ્કૃતિનો ક્યારેય નાશ થાય છે?
આ માત્ર ભૌતિક બદલાવ છે માનસિકતા ક્યાં બદલાય છે.
દાદા દાદીની વાર્તા હવે યુટ્યુબ માં સંભળાય છે.
થતી હતી પંચાતો પહેલાં ઓટલે અને ચૌરે,
હવે તે બધી પંચાતો સોશ્યલ મીડિયામાં થાય છે.
હવે દેશનો યુવાન જાગ્યો છે, 1.5 gb પતાવશે,
એવું કહેનાર વડીલો રાત્રે 2 વાગે ઓનલાઇન હોય છે.
સંસ્કૃતિ બચાવવાની વાત કરનારાને સંસ્કૃતિનો ' સ' નથી આવડતો,
અને પેલા ભૂરિયાઓ ગીતા ગાય છે.
એટલેજ કોઈ સંસ્કૃતિનો નાશ નથી થતો,
માત્ર ત્યાંની અહીંયા અને અહીંયાની ત્યાં સ્વીકારાય છે.
- નિશાન