કવિતા
થોડું લખી ઘણું કહી જવાનું નામ છે કવિતા...
ક્યારેક ઉપરછલ્લુ ને ક્યારેક સોંસરવુ ઉતરી જવાનું નામ છે કવિતા....
ભર ભીડમાં એકલતા નો અનુભવ છે કવિતા...
કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેની અવઢવ છે કવિતા....
સત્ય જ લખ્યું જો , તો શક્તિ છે કવિતા...
કોઈ નરસૈયા કે મીરાંબાઈ ની ભક્તિ છે કવિતા...
ભુતકાળ ની સાક્ષી ને વર્તમાન ની વાચા છે કવિતા...
સુંદર મજાના ભવિષ્ય ની અભિલાષા છે કવિતા...
અમીરો માટે આનંદની કથા છે કવિતા..
ગરીબ ગાય તો જીવનની વ્યથા છે કવિતા...
ક્યારેક સો ટચ સાચો અહેવાલ છે કવિતા...
ક્યારેક વિચાર ના ખેતરે આવેલો કલ્પનાનો ફાલ છે કવિતા...
ક્યારેક મસ્તી તો ક્યારેક મનોમંથન છે કવિતા...
કાયમ મારી પડખે ઉભુ જાણે કોઈ સ્વજન છે કવિતા...
ખુદની સાથે જ મે કરેલો સંવાદ છે કવિતા...
ખરેખર મારે મન કોઇ આશીર્વાદ છે કવિતા...
#kavyotsav2 .0