નામ મંદિર છે...
તારે રેવા કેટલુ મોટું મકાન , નામ મંદિર છે....
અમારે પાંચ ને રેવા ઝુંપડી , નામ તકદીર છે....
સદનસીબ છે તુ , પત્થર બનીને પણ પુજાય છે....
હું રોજ કીટલીએ તોડાવ , તોય શેઠ ખીજાય છે...
તારા સંબંધો પણ સારા છે , રોજ છપ્પન ભોગ ચડે છે...
અહીં કોઈ પુછવા વાળુ નથી,એકાતરે રસોડે હડતાળ પડે છે...
તને પહેરવા પણ રોજ રંગે રંગ ના વાઘા મળે છે...
મારે થોડું અલગ છે , રોજ નવા રંગના થિગડા ચડે છે...
તમારું નક્કી નહીં , તમને તો નવુ માથું પણ મળે છે...
મારા પપ્પા ને 2રૂ ની દવા મફત મા લેવા 2 કલાક લાઈન મા ઉભવુ પડે છે....
આ કોઈ ગુઢ પ્રશ્નો નથી , જેના જવાબ તુ ન આપી શકે...
આતો ખાલી વાત કરી , એક બાળક તારા સીવાય બીજા કોને કહી શકે...?
ક્યારેક વળી વધુ બોલાય જાય , પણ તમે ચીંતા ન કરતા....
તમારો તો વાંક શું હોય? , ક્યારેક વાવ્યું હશે તે આજે લણતા...
#kavyotsav2 .0