#કાવ્યોત્સવ #
એક બાળકની પ્રાર્થના
હળવે હળવે હંકારજે હરી મારું નાવલડું#
હળવે હળવે હરી હંકારજે મારૂં નાવલડું,
હું બાળ નાનું ને પગ મારાં ડગુમગુ,
હળવે હળવે હરી હંકારજે મારૂં નાવલડું,
હું બાળ નાનું ને નાનાનાના હાથે પ્રાર્થના કરું,
હળવે હળવે હરી હંકારજે મારૂં નાવલડું,
હું બાળ નાનું ને કાળજું મારું કુણુકુણુ,
હળવે હળવે હરી હંકારજે મારૂં નાવલડું,
હું બાળ નાનું ને મોકળા મંને તુજને વિનવું,
હળવે હળવે હરી હંકારજે મારૂં નાવલડું,
હું બાળ નાનું ને કાયા મારી ધ્રુજુધ્રુજુ,
હળવે હળવે હરી હંકારજે મારૂં નાવલડું.
લિ. Butter Boy - NIRAJ MAMTORA