#Kavyotsav_2
#કાવ્યોત્સવ ૨
#પ્રેરણાત્મક
'સુખ-દુઃખ'
સુખ અને દુઃખ બે ભાગ જીવનનાં
સ્વિકારી લો સહજ તો સાથી મનનાં
દુઃખ શું છે , અનપેક્ષિત ઘટના?
કરીએ દહન દુઃખોનું , ભાગે ભ્રમણા!
સુખ શું છે, મનગમતી બીના !
વ્હેંચીએ જો સુખને, થાય બમણાં !
સુખદુઃખની આવનજાવન જીવનમાં,
હળવા રહેશે ,જે આવકારે બંનેને સરખાં !
ડો.સેજલ દેસાઈ
સુરત