#kavyotsav2
વર્ષો પછીનું શહેર, મને લાગ્યું તમે હશો,
ભૂલો પડ્યો ઘેર,મને લાગ્યું તમે હશો.
ચહેરો જોતા કંઈજ નથી બદલાયું,
થોડો ઘણો છે ફેર, મને લાગ્યું તમે હશો.
કેવી દીવાનગી છેક રસ્તા સુધી ગયો,
આવી પવન ની લ્હેર, મને લાગ્યું તમે હશો.
ભૂલી ગ્યો તો સાવ,કોઈ ચાહતું હશે,
આવી એક હેડકી, મને લાગ્યું તમે હશો.
ને સાંભળે તો કોણ મારી વાત સાંભળે?
પડ્યો એક પડઘો,મને લાગ્યું તમે હશો.!
લી. પારસ બઢીયા ??
મો.૯૭૨૩૮૮૪૭૬૩.