#કાવ્યોત્સવ2
*ઈશ્ચર ચિત્રકાર * 3-5-2019
અંતર બહાર સત્ ચિત આંનદ લાયો રે,
છાયો છાયો અકળ ચિત્રકાર છાયો રે.
નીરખી નયનભરી, હરખીયે ફરી ફરી,
પરખ્યો જાણે ના પરખાયો ચિત્રકાર હરી.
સાગર સરિતા સરોવર ઝરણાં અદભુત રચના,
કલરવ શો રેલાયો એવી ચિત્રકાર ની રચના.
વન, વન ઉપવન તરુ તરુ ફૂલ ફૂલ લહેરાયો,
સમીર સુગંધિત થઈ લહેરાયો.
સભર ભર્યો બ્રહ્મમાંડ મહી એ જ,
અણુ અણુમાં સંતાયો ચિત્રકાર એ જ.
પાવન પ્રેમ ભાવના શો બધે લેહરાયો,
ડુંગર, પહાડ, લીલી હરિયાળીમાં લહેરાયો...
ભાવના ભટ્ટ અમદાવાદ.....