#KAVYOTSAV - 2
પ્રેમકહાની
શબ્દ વિના સમજણની આ મીઠી કહાની
નિતનવા ખેડાણ ની લિજ્જત અહી સોનેરી
જીવનપર્યંત હિસાબ છે આ રોકડીયો
ના ઉધાર...ના જમા
' કન્ડીશન વિના રિલેશન'
થોડી આશા, થોડી અભિપ્સા
અગણિત છે અહી ઝાપટાં ની સંખ્યા
" મહાભારત" સર્જાતું 'પ્રેમ' શબ્દથી
ડીસ્ક્રાઇબ થતા અલગ નામથી
છતાંય... શ્રદ્ધા હમેશ આગમનની
ફલશ્રુતિ..........
એકબીજા સંગ સદાયે અહી ' હેપીનેસ' છે.
- તન્વી ટંડેલ