Gujarati Quote in Poem by Komal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બહાનું મળ્યું છે ફરી શેરીઓમાં રમવાનું,
બાકી, વિકાસની હોડમાં ક્યાં કોઇ છે સાંભળવાનુંં

હતા મિત્રો શ્રીકાર, રમતોમાં પણ રમતો હતી,
પાણી પીવા માટે લાગતી નંબરની કતાર

રમતના કિલ્લોલમાં જ પેટ ભરાઈ જવાનું,
હોય ભલે ઘેર ભાવતું ભોજન જમવાનું

લાગતો નહિં તાપ કે ન હતો કોઈ થાક,
મન તો નામ જ ન લેતું રમવાની ઈચ્છા શમવાનું

પૂછે જો કોઈ મારી રમતનું સરનામું,
નામ મળે સ્થળનું તદન ગુમનામું

મજા બાળપણની બાળપણમાં જ છે,
આખરે એ રહ્યું હવે માનવાનું

બહાનું મળ્યું છે ફરી શેરીઓમાં રમવાનું,
આ 'બહાનું' ક્યું? એ તો હવે તમારે શોધવાનું,
મારું કામ તો બસ 'કિર્તન' કરવાનું

મળે તો ઠીક, નહિં તો ભૂલી જવાનું,
એ જ તો છે બાળપણ કે ફરી નહિં સાંભળવાનું...

Gujarati Poem by Komal : 111158176
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now