English Quote in Poem by Harsh Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું હોય કે ના હોય શું ફરક પડે ?

બસ તારી યાદ નઈ આવે પણ આંખમાંથી બે આંસુ આવશે,

બસ એટલો જ ફરક પડે.


તું હોય કે ના હોય શું ફરક પડે ?

બપોરે જમતો હોઇશ એટલું જ જમીશ પણ એમા તારો પ્રેમ નહી હોય,

બસ એટલોજ ફરક પડે.


તું હોય કે ના હોય શું ફરક પડે ?

સવારની ચા તો મીઠી જ હશે પણ તેમાં તારા પ્રેમની મીઠાશ નહી હોય

બસ એટલો જ ફરક પડે.


તું હોય કે ના હોય શું ફરક પડે ?

જીવન ની બધી ખુશીઓ તો હશે જ પણ એમાં તારી પ્યાર ભરી વાતો નહી હોય,

બસ એટલો જ ફરક પડે.


તું હોય કે ના હોય શું ફરક પડે ?

રોજ બેસી ને વાતો કરવાને બદલે ચુપ હોઈશ હું, 

બસ એટલો જ ફરક પડે. 


તું હોય કે ના હોય શું ફરક પડે ?

 જો તું ના હોય મારી જીંદગીમાં તો આ જીંદગી હોય કે ના હોય,

 શું ફરક પડે.

English Poem by Harsh Patel : 111158163
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now