આખરે કેટલે સુધી??
હાથમાં ચા નો કપ લઇ
બારીમાંથી લાગણીહીન આકાશને જોતી રહી
આખરે કેટલે સુધી......???
અગાશી પર બેસતી એ અંધારી રાતોમાં
અગણિત તારાઓની વચ્ચે કોઈને શોધતી રહી
આખરે કેટલે સુધી........???
શિયાળાની એ ઠંડી ઠંડી સવારે
કોફીની વરાળો વચ્ચે ધૂંધળી યાદોને મથતી રહી
આખરે કેટલે સુધી..???
ઉનાળાની એ હૂંફાળી સંધ્યાએ
ડૂબતા સૂરજના પ્રકાશમાં હૂંફ પામતી રહી.
આખરે કેટલે સુધી...??
ચોમાસાની એ વરસાદી રાતોમાં
વરસતા ટીપા વચ્ચે પોતાના આંસુ છુપાવતી રહી
આખરે કેટલે સુધી...??
વાતા પવનની લહેરો વચ્ચે
ઉડતી લટને સંભાડતી ખુદને સંભાળતી રહી
આખરે કેટલે સુધી..??
પાણીના વમળને જોતી રહેતી
પોતાના વિચારોના વમળ ને છૂપાવતી રહી.
આખરે કેટલે સુધી..??
ભીડ ભરેલી આ દુનિયામાં
ઘર સમાન લાગતું ગાઢ આલિંગન શોધતી રહી
આખરે કેટલે સુધી..??
સંબંધોના તાણાવાણાની આટીઘૂંટીમાં
કોઈનો પ્રેમભર્યો સાથ અને હાથ શોધતી રહી
આખરે કેટલે સુધી...??
- પ્રાચી પટેલ 'ચીકુ'