પ્રેમ ની વર્ષા ને કોઈ સીમાડા નથી હોતા..તે તો જ્યાં તેનું પ્રિયજન હોય ત્યાં વરસી પડે છે..પ્રેમ ની લાગણી વ્યક્ત કરવા બાંધ્યો સમય કે સ્થળ નથી હોતુ..તે તો તેના પ્રિયજન સમક્ષ ઉભરાય આવે છે ભલે તે સ્વપ્ન હોય કે હકીકત..!!
પ્રેમ એક અદ્ભુત લાગણી છે જેને શબ્દો માં વર્ણવી શક્ય નથી, નથી તેની કોઈ ભાષા નથી કોઈ રીત.. ફક્ત લાગણીભર્યું હૈયું અને હોઠોં પર પ્રેમાળ સ્મિત પ્રિયજન ને તમારા પ્રેમ ના રંગ માં રંગવા પૂરતું હોય છે. પ્રેમ રૂપ રંગ નથી જોતો તે વાત ની તો રાધા કૃષ્ણ પણ સાક્ષી પુરે છે. આખી દુનિયા આપે છે તેમના પ્રેમ નું દૃષ્ટાંત!!
આ તો દિલ થી દિલ ની વાત છે, મન થી મન નો મેળાપ છે જે રૂપ રંગ થી ઘણું ઊંચું છે!!
#kavyotsav -2