#KAVYOTSAV -2
વસંતનું પતંગિયું
આ તો વસંતનું પતંગિયું આંખોમાં પ્રવેશ્યું,
ને નજર મારી રંગીન કરી ગયું.
ઉડતું જાય-ઉડતું જાય, પ્રેમનાં બાંકડે બેસતું જાય...
ને મનને આખા મારા સંગીન કરી ગયું.
અેકમેકમાં ઓતપ્રોત થયેલી પ્રકૃતિને નિહાળતું ...
ને અંગે અંગને મારા બહેતરીન કરી ગયું.
ઉપેક્ષાઓની બીક વગર હવામાં ગુલાટી મારતું જાય...
ને હિંમતને મારી ભયહીન કરી ગયું.
પ્રેમથી પ્રેમ કરતું વસંત થકી આખું વરસ મનાવતું જાય...
ને પ્રેમ કરવાને લાયક મને પ્રવીણ કરી ગયું.
- ધવલ 'રસ'