#KAVYOTSAV -2
તારો એહસાસ...
----------------------
તારો સંગાથ મને તાપણા જેવો લાગે,
ટાઢા શિયાળે અંગારા જેવો લાગે...
રાતે મળે એ હૂંફ જેમાં બાફ મળે,
એ હાથનો સ્પર્શ મને વ્હાલો લાગે...
તારા બદન ની સુગઁધ ફૂલો જેવી લાગે,
તું હોય પાસ તો શિયાળો પણ મધુર લાગે...
રૂઠેલા હૈયાને પણ અહીં પ્યાર લાગે,
તારા અહેસાસનો એ આગોશ મધુર લાગે...
ગઝલ લખતા પણ હવર ક્યાં વાળ લાગે,
તારી નજરો ની એ નજાકત હૈયા ને રૂપાળી લાગે...
- માર્ગી પટેલ