પરાવાણી મુખથી ઉચ્ચારાય એ છે સાચાં મનનાં મોતી.
કોઈનું દુઃખ દેખીને દુઃખ થાય એ છે સાચાં મનનાં મોતી.
સેવા માતપિતાની કરવા કાજે જે કોઈ તત્પર થઈ જાય,
જેને મા બાપમાં ઇશ દેખાય એ છે સાચાં મનનાં મોતી.
બૂરું ના કદીએ કોઈનું વિચારે પ્રગતિ જોઈને હરખાય,
સત્ય ક્યારેય ના મનથી ભૂલાય એ છે સાચાં મનનાં મોતી.
દેખી ભૂખ્યાં કોઈને જેનું દિલ દ્રવી જાય દયા લાવીને,
જમાડીને પછી જમવાનું થાય એ છે સાચાં મનનાં મોતી.
આભાર માને ઇશનો મળેલાંને જે મબલખ માની જાણે,
વર્તનમાં ભૂલ પોતાની સમજાય એ છે સાચાં મનનાં મોતી.
ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.