#KAVYOTSAV -2
લાગી છે પ્રીત તારી કાન્હા...
------------------------------------
કેવી લાગી છે પ્રીત તારી કાન્હા મને,
તારા નામ થી જ થઇ જાય પ્રેમ મને...
નામ જોડવું છે સાથે તારી કાન્હા મારૂ,
રાધા બની મોહી જાઉં કે મીરાં બની સમાઈ જાઉં તારામાં...
રસ રમવી છે સાથે તારી કાન્હા મારે,
તું કહે તો ગોપી બની ઝુમી ઉઠું તારામાં...
મન થાય છે તારા પ્રેમ માં ખોવાઈ જવાનું કાન્હા મારા,
મન થાય છે રાધા બની હક જમવાનું તારામાં...
પ્રીત લાગી એવી કે ખોવાઈ જાઉં કાન્હા તારા માં,
મન થાય છે મીરાં બની થવાનું તારામય...
તારા પ્રેમ થી પ્રેમી થાઉં કાન્હા તારામાં,
મન થાય છે તારી વાંસળી ના સૂરો સાંભળી વાંસળી બનું તારી...
પજવે છે માતા યશોદા ને બની નટખટ નંદ લાલો,
પ્રેમ ની નવી પ્રીત બાંધવી છે બની તારી રાધા...
- માર્ગી પટેલ