તને પામી ને એટલો ખુશ છું કે ખુશી ને પણ મારાં ખુશ રહેવા થી નફરત થાય છે,
પણ એને કોણ સમજાવે કે કેટલી મહેનત અને પ્રાર્થના ના ફળ રૂપે તું મને મળેલ છો,
રાત દિવસ ના ઉજાગરા,વર્ષો ની તનતોડ મહેનત નું પરિણામ તું જ છો,
મારી જીંદગી ની કણ કણ માં તુજ છો,
તને પામી ને દુનિયા માં બીજું કાય પામવાની ઇચ્છા જ રહી નથી,
કેમ કે મારી તમામ ઈચ્છા ની ગહેરાઈ માં પણ તુ જ હોય છે,
જેથી તને પામી ને મારી ઈચ્છા પણ પૂર્ણ છે,
અને તું મળી અને મેં તને મેળવી
ચાલ હવે દુનિયા ને બતાવીયે કે આપડો સૂર્ય પણ નીલ ગગન માં ચમકવા માટે આવી જ ગયો છે.
લેખકઃ રિતેશ એ જોષી
સમય :-12:39 બપોરે
તારીખ :- 29,04,2018
*હું અને મારી સફળતા*