દોસ્ત પરીક્ષા તો આવે ને જાય,
એક પેપર માટે જિંદગી થોડી ટુંકવાય,
ભાગ્યશાળી બની ને જ જિંદગી મેળવાય છે,
આ વાત તો સત્ય સાથે કહેવાય છે,
પરીક્ષા તો સાચી જીંદગી ની લેવાય છે,
પછી દોસ્ત પેપર માટે જિંદગી થોડી ટુંકવાય,
ઉગે કમળ કીચડ માં એટલે જ રાષ્ટ્રીય ફૂલ ગણાય છે,
વાત વિચારો કે કીચડ માં રહી ને પણ ક્યાં મુંજાય છે,
હીરા થવા માટે થોડુંક તો ઘસાય જવાય,
પણ એક પેપર માટે જિંદગી થોડી ટુંકવાય,
કીડી પણ દાણો લઇ દીવાલે ચડે છે,
ચડી ને પડે તો પણ ફરી પ્રયત્નો કરે,
કીડી પણ નવી કેડી કંડારતી જાય છે,
પછી એક પેપર માટે જિંદગી થોડી ટુંકવાય,
મોતી તો ઊંડા પાણી માં જ પંકાય છે,
કાંઠા પર તો માત્ર છીપલા જ દેખાય છે,
એટલે જ મોતી ઊંચી કિંમતે વેંચાય છે,
તો આપણી જિંદગી કેમ આમ ટુંકવાય...
હવે તો મેહનત ને જ મંત્ર બનાવી લેવાય,
પછી ડર ને દૂર થી જ સલામ કરાય,
પછી જો આમ દુનિયા પર વિજય મેળવાય,
દોસ્ત જિંદગી ના ટુંકવાય એ તો વટ થી જીવાય...
દોસ્ત પરીક્ષા તો આવે ને જાય,
એક પેપર માટે જિંદગી થોડી ટુંકવાય,
----અમિત વડગામા''અટલ''