* નિશ્ચય * 3-5-2019

નિશ્ચય કર્યો પણ જીવનમાં ઉતારવાનુ રહી ગયું,
બીજાંને કહેતી રહી ને ખુદને જગાડવાનું રહી ગયું.

રચી પચી રહી માયા, મમતા ને લોભમાં,
ગુરુમાં આત્માને ઓળખવાનું ભૂલી સંસારમાં.

ભાવનાના ખેલમાં દોડતી રહી રાત દિ' સદા સ્વાર્થ કાજે,
ગુરુમાં જ પાર પાડશે એ વાત જાણવાનું ભૂલી આજે.

લૌકિક સંબંધ છે જન્મથી મૃત્યુ સુધીનાં અહીં,
જાણીને પણ મનને સમજાવવાનું ભુલાયુ અહીં.

નિશ્ચય કરી આવી તમ ચરણોમાં ગુરુમાં,
અપનાવીને શરણમાં રાખો હવે ગુરુમાં.

એક વાતનો અફસોસ રહી ગયો જીવનમાં,
નિશ્ચય કરી સાચા માણસ બનવુ જીવનમાં...

ભાવના ભટ્ટ અમદાવાદ.....

Gujarati Shayri by Bhavna Bhatt : 111157240

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now