તને યાદ છે મિત્ર ,
--આપણા જુના મોહોલ્લા માં પણ wifi નું એક ટાવર હતું
---પેલો એકલો અટૂલો લાઈટ નો થાંભલો
-- ત્યાંજ આપણે બધા ચેટિંગ કરતા હતા ને ફૂટપાથ પર ઓનલાઇન બેસતાં હતા
-- એક બીજા ની વાતો લાઈક કરવા પીઠ પર ધબ્બા મારતા હતા
--- કૉમેન્ટ્સ તો એટલી બધી થતી કે મોહોલ્લા વાળા પણ ઘર માંથી ડોકિયાં કાઢી ને જોતા હતા
--ફર્ક બસ એટલો જ હતો કે ,
હાથ માં મોબાઈલ ના બદલે , એક બીજા ના હાથ હતા !!