Gujarati Quote in Poem by Chavda Girimalsinh Giri

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન અને જીવનની મથામણમાં કા'ભટક્યા કરે છે, આ વિચારી જીવડો.

વિચારો અનેક છતાં એ વિચારોની માયાજાળમાં કા' ગુંચવાયો આ વિચારી જીવડો.

વિચારોના સમુદ્ર મંથનમાં ઝેર જેવા વિચારોને કા' ગળી નથી જતો, આ વિચારી જીવડો.

ખરાબ, કપટ સહી વિચારોને ધોઈને કા' સાફ અને સારા વિચારોના વરસાદમાં ભીંજાતો નથી,આ વિચારી જીવડો.

ધર્મ અને જાતિના કષ્ટદાયક વિચારોને છોડીને કા' એકતાના વિચારોને અપનાવો તો નથી, આ વિચારી જીવડો.

દરિયાઈ મોજા-રૂપી આવતી ભરતી અને ઓટ વચ્ચે આવતા ખુશી રૂપી વિચારોના મોજાને કા' પગ તળીયે સ્પર્શવા દેતો નથી, આ વિચારી‌ જીવડો.

ક્યારેક સુ:ખ અને દુ:ખ ના સતત આવતા રહેતાં વિચારો ને કા' આંકી નથી શકતો, આ વિચારી જીવડો.

(અહીં જીવડો એટલે કે મનુષ્યની વાત કરવામાં આવી છે.)


#KAVYOTSAV -2 #MatruBharti

લેખક:  ગિરીમાલ સિંહ ચાવડા "ગિરી"

Gujarati Poem by Chavda Girimalsinh Giri : 111157089
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now