પરમતત્વ ને ભૂલાતો જોઉં છું,
હરપળે ખુદને બીજામાં તો જોઉં છું.
જન્મથી મૃત્યુ સુધીની સફરને ગેરમાર્ગે જ તો જોઉં છું.
ધર્મ-અધર્મ ના કાળરૂપી યુદ્ધમાં સ્વયંમ ને હણાતો જોઉં છું.
સત્યની કાંટાળી કેડી એ સત્યને કંટાતું જોઉં છું.
પ્રેરણા ના પથ પર ખુદ ને ખોવા તો જોઉં છું.
સફળતાની સંઘર્ષી રાહ ને ભુલાતી જોઉં છું.
ઝંખનાની આ દીવારૂપી વાટ ના અસ્તિત્વને બુજાતો જોઉં છું.
#KAVYOTSAV -2 #MatruBharti
લેખક : ગીરીમાલ સિંહ ચાવડા "ગીરી"