તારી પ્રેરણા નું વહેણ મને હરહંમેશ યાદ રહેશે,
તારું કહેલું એ કહેણ મને મુજ સમું હરહંમેશ રહેશે.
મારી જિંદગીની સાંકળ બની રહેતી તું,
તારું ઝાકળ સમાન અંતર મને હરહંમેશ યાદ રહેશે.
આભાર ખુદા-એ-જહા નો કે મુલાકાત શક્ય બની,
તારું સ્વપ્ન રૂપી સાનિધ્ય મને હરહંમેશ યાદ રહેશે.
થયું આગમન તારુ આંખોની પાંપણ થકી,
તારું આતિથ્ય મને હરહંમેશ યાદ રહેશે.
બન્યુ સૃષ્ટિનું સર્જન સફળતાના કષ્ટદાયક પંથ માં,
તારું આધિપત્ય મને હરહંમેશ યાદ રહેશે.
ઝાંઝવાના જળ થી પ્રગટાવી દીવાની વાટ ને,
તારું પ્રકાશનું ઉદગમ મને હરહંમેશ યાદ રહેશ.
#KAVYOTSAV -2 #MatruBharti
લેખક : ગિરિમાલ સિંહ ચાવડા "ગીરી"