તારી આંખો માંથી વહેતું અનંત પાણી,
જાણે તારા ગાલ ના ખાડા માં રમતું લાગે.
તારા માથા ના વાળ માંથી આવતી આહલાદક ફોરમ,
જાણે હવાને રંગો સજાવતી લાગે.
તારા ફૂલ સમા હાથો માંથી ઝરતી હુંફ,
જાણે કે પર્ણ પર જકડાયેલી તુષાર લાગે.
તારા ગાલ પર નું એ શ્યામવર્ણી તલ,
જાણે ચંદિરે કરેલું કાળું ટિકુ લાગે.
તારી આંખો મહી ચમકી રહેલી કીકી.
જાણે આભ માં ચમકતી રોહિણી લાગે.
તારી પૃથ્વી સમી નીખરતી કલ્પવૃક્ષી કાયા,
જાણે શશી ચાંદની ફેલાવતો લાગે.
#KAVYOTSAV -2 #MatruBharti
ગિરિમાલ સિંહ ચાવડા "ગીરી"