."વરસાદ ની ઝાંઝરના અમૃત સમાન બિંદુ ને મન ભરી ને માણી લેવા દે."
"નીલ ગગન થી પડતા એ પારદર્શક બિંદુ સાથે મને તાલથી તાલ લઈને નાચી લેવા દે."
"વીજળી ના ચમકારને મારા અંતરપટ પર ચમકાવી મને ઉજાગર થવા દે."
"ગર્જના કરતા કાળા વાદળોની વચ્ચે ડૂબકી મારી ની તેની ઠંડક ને માણવા દે."
"ધરતી ની ભીંજાયેલી મીઠી માટીની સુગંધ ને ફૂલની સુગંધની જેમ સૂંઘી લેવા દે."
"આજે ભીંજાવવુ એવી રીતે કે આ તરસરૂપી વાટ ને પૂરી કરી લેવા દે."
"જીવનના આહલાદક રૂપી વરસાદમાં આજે મને ભીંજાવા દે."
#KAVYOTSAV -2 #MatruBharti
લેખક: ગીરીમાલ સિંહ ચાવડા