જયાં જયાં જાવો ને ત્યાં પડે સાવજ ની દહાડ,
દિલ થી જાણી લેજો એજ મારું ગુજરાત.
જ્યાં શ્રધ્ધા કેરા નાદ થી ભક્તિ ગુંજે,
નિર્મળ નીર નર્મદે નદી ના વહે.
હાલરડાં ના હોકર થી પ્રગટે પ્રભાત,
દિલ થી જાણી લેજો એજ મારું ગુજરાત.
જ્યાં સાગર માં પણ સાહસ જડે,
બાળક બાળક માં મળે દેશ દાઝ.
જ્યાં ગુંજે સપૂતો ની હાકો દિનરાત,
દિલ થી જાણી લેજો એજ મારું ગુજરાત.
જ્યાં વસે ગઢ ગરવો ગિરનાર,
કેસર કેરી અને મોંઢે મીઠા ગાન.
જ્યાં ગામે ગામે પાળિયા પૂજાય,
દિલ થી જાણી લેજો એજ મારું ગુજરાત.
જ્યાં સાહિત્ય ની પ્રેમતણી હેલી વહે,
સંતો ભક્તો ના રૂદયે દિનરાત શ્રધ્ધા વહે.
જ્યાં જોવો ત્યાં ભગવાન મળી જાય,
દિલ થી જાણી લેજો એજ મારું ગુજરાત.
જ્યાં પાને પાને ઇતિહાસ મળે,
ગલીએ ગલીએ ઇતિહાસ રચનાર મળે.
જ્યાં ઓટલે દુહા ના હોંકારા પડે,
દિલ થી જાણી લેજો એજ મારું ગુજરાત.
જ્યાં ખોળે ખોળે મા ની મમતા રમે,
ડુંગરે ડુંગરે ભગવતી રમે.
જ્યાં માનવ માનવ મા પ્રેમ મળે,
દિલ થી જાણી લેજો એજ મારું ગુજરાત.
શું કહું ગુજરાત વિશે , કેમ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે મારું ગુજરાત.
#KAVYOTSAV -2 #MatruBharti
ગીરીમાલ સિંહ ચાવડા