પ્રેમ...
તારા છે આ ગીત...
તારી છે આ પ્રીત..
તારાથી સાજન,
આ જીંદગી છે....
હો...પ્રેમ જીંદગી છે...
કુદરતની છે પસંદ....
હા, ખુદા ની બંદગી છે...2
સ્મિત રેલાવી અધરે....
નજર ઝુકાવી નયને....
મૈત્રી નો રંગ લગાવ્યો છે..
અજનબી હા, તમે થઇને...
દિલમા છાના છાના રહીને...
સ્નેહ નો સૂર રેલાવયો છે...
હો..અણસારે તારા સ્મીતનો,
લગાડયો રંગ ગુલાબી પ્રીતનો....
સાથ છીએ તો...આસમાન રંગી છે...
પ્રેમ જીંદગી છે...હા,
પ્રેમ જીંદગી છે....
દિલ મા મારા એક દીપ ઝળહળતો...
રાત_દી નામ તારે ટમટમતો....
મીલન_વિરહ ની પરવા કયાં.
પલમા અંધારા, પલમા અજવાળા...
જગતમાં રીત છે...
આપણ પ્રીત ની કૂદરત પણ સંગી છે...
પ્રેમ જીંદગી છે...હા,
પ્રેમ જીંદગી છે..
પ્રેમ સંગીત છે...
પ્રેમ ગીત છે....
પ્રીત વગર મહેફીલ કયાં
રંગી છે....
પ્રેમ જીંદગી છે..હા,
પ્રેમ જીંદગી છે....
હસમુખ મેવાડા