#kavyostav -2. "દેવો ના દેવ મહાદેવ"
માં મારી અંબા, મહાદેવ ના માથે ગંગા,
માં ગંગા થી ભારત,પાવન થાય છે,
કૈલાસ માં વસે શંકર,બાર જ્યોતિર્લિંગમ્ ,
આત્મ જ્યોતિ થી, પ્રભુ સાક્ષાત થાય છે,
કાશી નગરી પ્યારી,બાબા વિશ્વનાથ થી ન્યારી,
દર્શન કરી, ભક્તો ના ઉદ્ધાર થાય છે,
ઓમકાર ની દિકરી, રેવા ની રમતિયાળ મસ્તી,
કંકર કંકર માં,શંકર નો વાસ થાય છે,
સોમનાથ રામેશ્વર, ભક્તો ના બન્યા ઈશ્વર,
મહાદેવ જી થી, સમુંદર પાવન થાય છે,
કાલો ના કાલ, અવંતી માં મહાકાલ,
મહાકાલ ને , ભસ્મ ની આરતી થાય છે,
આજે શિવરાત્રી, બોલો બમ બમ ભોલે,
ભોલેનાથ માં,સૌ મસ્ત થાય છે.......
- કૌશિક દવે