#KAVYOTSAV -2
એવું કેમ બને....
-------------------
હું તને જ આ દુનિયામાં બેહદ ચાહું એવું કેમ બને,
મારા શ્વાસ માં પણ તારૂ જ નામ હોય એવું કેમ બને...
આવ ચાહું તને રાખી બાહોમાં એવી વાત કેમ બને,
મારા કફન ની બાજુ માં તારી કફન હોય એવું કેમ બને...
હું જે રસ્તે જાઉં એ તારા ઘર થી જ નીકળે એવું કેમ બને,
મારા દિલ ના દરબાજ હંમેશા ખુલ્લા જ હોય એવું કેમ બને...
હોય રસ્તો કઠિન પણ તારી યાદોમાં જ કપાય એવું કેમ બને,
દરેક તકલીફ તું જ વેઠે ને એહસાસ પણ ના થાય એવું કેમ બને...
પ્રેમ શબ્દ સાંભળતા જ તું યાદ આવે એવું કેમ બને,
તારા દિલ માં મારૂ જ ઘર હોઉં એવું કેમ બને...
જયારે પણ યાદ કરું ને તું મળે એવું કેમ બને,
છેલ્લા શ્વાસે તું જ સામે હોય એવું કેમ બને...
- માર્ગી પટેલ