Gujarati Quote in Poem by Tanvi Tandel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV -2

દર્પણ માં જોઈ ચહેરો અમથું અમથું મલકાઈ ઉઠી
ગુલાબી માહૌલ ની મીઠી ક્ષણ નજરે છલકાઈ ઉઠી.
હૃદયે રેલાયા ગુંજન ગીતો મનમાં મીઠી મૂંઝવણ
ટહુક્તા મોરલા મનડે ને વ્હાલમનું મુને વળગણ
પહેરી લઉં રૂડું સ્મિત અધરે, લાઉં લજ્જાની લાલી ચહેરે
વિખરાયેલી ઝુલ્ફોને ફરી થોડી સંવારી લઉં
મ્હેકતી હથેળીને હેતથી ફરી તરબોળી દઉં
ઢળતી સાંજના અજવાસે સંભવોનું આકાશ સર્જી લઉં
તૃષાતુર વાટે તું ના દેખાય તો દશ્યમાન હું બની જાઉં.
મિલન ની ક્ષણ ને અર્પણ મારું સમસ્ત જીવન કરી દઉં.
આવ સાજન સરનામુ લઈ ખુશીઓનું આંગણીયે
વાટ નીરખી રહી હું ઘડિયાળ ના એક એક ટકોરે...
સુણીને પગરવ હું ફરી સાચુકલી મલકાઈ ઉઠી...
ગુલાબી મિલનની ક્ષણ નજરે છલકાઈ ઉઠી..


- તન્વી કે ટંડેલ.

Gujarati Poem by Tanvi Tandel : 111156767
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now