Gujarati Quote in Poem by Tanvi Tandel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV -2

ઉર સાગરમાં પ્રગટતી કંઈકેટલીય યાદો
તોય એક ખાસ સ્મૃતિમાં જીવવાની આદત જી.
સર્જાતી રોજે રોજ અવનવી ઘટનાઓ
છતાં એક નાની વાતે ખિન્ન થવાની આદત જી.
લઘુ ગુરુ મળી પંક્તિમાં કેટલાયે છે અક્ષરો
તોય સતત તારો ચહેરો વાંચવાની આદત જી.
સાત રંગોએ રચાયેલી સુંદર સપ્તપદીમાં
પલ્લું તારું મારું સમતોલ કરવાની આદત જી
અદાલત ભલે ઊભી અટપટા પ્રશ્નોની
સહિયારો સરવાળો ગણવાની આદત જી.
લાગણી માંગણીઓના વૃંદાવનમાં રોજ
ઝાંઝવાનો પુલ બાંધવાની આદત જી.
લાચાર ભલે કહેવાઉં હદથી વધારે,
બસ તારી સમક્ષ કરગવાની આદત જી.
નિર્બળતા ગણો કે મૌન, ભિરુમાય ખપાવો
સાંભળી બધાનું ચૂપ રહેવાની આદત જી
સમેટવો ભલે પડે બધો અસબાબ જાહેરમાં
આમ અમથું અમથું ખીલવાની ના આદત જી.
વરસાદ કાંઈ ચોમાસે જ ના વરસે
રુદન નો નિયમ ના હું એ પાળું એ આદત જી.
સહન કરવાનું,નમવાનું વિના કારણે ગમે ત્યાં,
તોય નિભાવવાની કામગીરી આપણી આદત જી.
ચાલીશું જીવન સફરે નિરંતર સંગાથે
તારા અસ્તિત્વના વ્યસનની આદત જી.
- તન્વી કે ટંડેલ.

Gujarati Poem by Tanvi Tandel : 111156759
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now