#KAVYOTSAV -2
મંઝીલ વાટ જુએ છે.
તું જાગ મુસાફર મંઝીલ તારી વાટ જુએ છે
તું ચાલ તેજકદમ મંઝીલ તારી વાટ જુએ છે..
એકલ છો તો ભલેને હો તું
તારી હાંકે હાંકે વન વન તણાં શેર રૂએ છે
તું જાગ મુસાફર
મંઝીલ તારી વાટ જુએ છે...
ધોમ ધખે કે આભ તપે રે
વાદળ વરસે કે વીજળી ચમકે રે
હૈયામાં જેના હામ ભરી છે એ નરબંકા ક્યાં સૂએ છે?
તું જાગ મુસાફર
મંઝીલ તારી વાટ જુએ છે....
નયનોમાં તવ પરમતેજ મુસાફર
મંઝીલ ભજે તવ માળા મુસાફર
તું ઉઠ! મૂક દોટ મુસાફર
જુએ મંઝીલ તારી વાટ મુસાફર
તું જાગ મુસાફર...
મંઝીલ તારી વાટ જુએ છે...
એકલ ભાસ્કર એકલ ચંદરવો
ભાઈ પછી તારે ભે કોનો રાખવો?
થા ઊભો,ને પકડ મંઝીલની વાટ મુસાફર
હિંમતે મર્દાનગીવાળા જે છે એમના તો..
સુખ સમૃધ્ધિ ને શાંતિ સ્નેહે પગ ધુએ છે...
તું જાગ મુસાફર....
મંઝીલ તારી વાટ જુએ છે.