એક જૂનું બાલમંદિર માં ગવાતું બાળગીત.
અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકોને પણ પોતાનું વાતાવરણ હોઈ ગમશે.
એક થી દસ
-------------
એકડો સાવ સળીકડો ને બગડો ડીલે તગડો
બન્ને બથ્થમ બાજી કરતા
કરતા મોટો ઝગડો.
ત્રગડો તાળી પાડે ને નાચે તાતા થૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરર.. ઉતરી ગઈ.
પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો તો છાનો માનો લઈ ગયો લખોટી.
આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ
એકડે મીંડે દસ વાગ્યા ત્યાં આવી સ્કૂલની બસ