Gujarati Quote in Poem by Kanha

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV -2

#પ્રેમ

લાગણીઓનેં વાચા મળી,
અનેં સંવેદના નેં મળ્યાં શબ્દ,
હૈયું ત્યાં હિલોળે ચઢ્યું,
નેં હ્દયે હળવો પ્રેમનો ધબકાર.

હોઠોની ભીનાશ મળી,
અનેં પ્રણય નીતરતાં સ્પર્શ,
મનડું ત્યાં મહેંકી ઉઠ્યું,
નેં હૃદયે હળવો પ્રણય ધબકાર.

પ્રણય ને પૂર્ણતાંનેં મળી,
અનેં સ્નેહ થયાં સમર્થ,
પ્રિય ત્યાં પિયુ થયા,
ને હ્દયે હળવો પ્રેમનો ધબકાર.

તકલીફો ને હળવે સાધી,
અને, મળ્યાં પ્રેમનાં પ્રમાણ,
એકમેકમાં જીવી ગયા,
નેં હ્દયે હળવો પ્રણય ધબકાર.

તારી એ પ્રથમ નજર મળી,
અનેં મારાં થંભી ગયા શ્વાસ,
નયનોનાં કામણ થયાં,
નેં હ્દયે હળવો પ્રેમનો ધબકાર.

પ્રણયની અભિલાષા ફળી,
અનેં જીવન માં ભળી મીઠાશ,
સપ્તપદી નાં સાથ મળ્યાં,
ને હ્દયે હળવો પ્રણય ધબકાર.

આ જીવન નેં પૂર્ણતા મળી,
અનેં સપના થયાં સાકાર,
વિધાતા નેં વાચા મળી,
ને હ્દયે હળવો પ્રેમનો ધબકાર.

માધવનાં આશિષ ફળ્યાં,
નેં પ્રિયતમ નો મળ્યો સંગાથ,
મીસ.મીરાં ની પ્રણયગાથા એ,
હ્દયે થયો મીઠો પ્રણય ધબકાર.

મીસ. મીરાં

Gujarati Poem by Kanha : 111156380
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now