જિંદગીએ જ્યારે જ્યારે અણગમતા નિર્ણયો લેવડાવ્યા છે ત્યારે હંમેશાં તકલીફ થઈ છે. આવું મારા પક્ષે જ કેમ ? એવા પ્રશ્નો પણ થયા છે. પણ, સામી બાજુએ ઈચ્છા બહારનું સુખ – જિંદગીએ જ્યારે મારા ખોળામાં ભરી આપ્યું છે ત્યારે પેલી બધી જ તકલીફો ભુલાઈ ગઈ છે. જિવાય ગયેલાં 50 વર્ષોમાં જિંદગીએ – સંજોગોએ મને જે કંઈ પણ શિખવાડ્યું છે એમાંની ત્રણ વાતમાં હવે મને સૌથી વધારે શ્રદ્ધા છે…. એક, જે કંઈ પણ થાય એ બધું સારા માટે જ… બીજું, જે કંઈ પણ આપણા હિસ્સે લખાયું હોય એ બધું આપણને મળે જ છે અને ત્રીજું, જ્યારે આપણે સાચા હોઈએ ત્યારે લડી લેવાનું, ન્યાય વહેલોમોટો આપણા પક્ષે જ આવે છે.
- અજ્ઞાત