Gujarati Quote in Poem by yogi thakkar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"મુલાકાત"

કેવી અણધારેલી ન જાણે એ રાત હતી,

એક નવા સફરની કરેલી શરૂઆત હતી.


સજાવટ કરી ને રાખ્યા તેમના માટે જે,

એક પલની એ ધારેલી મુલાકાત હતી.


લાગતું હતું કે હકીકત જ છે આ બધુ,

નરી આંખે જોયેલા શમણાની વાત હતી.


આંખના ઇશારે એ બધુ સમજી ગયા

આંસુ થકી કહેવાણી એ હકીકત હતી..


રુદન પાછળ પણ મલકાતી દેખાઇ ,

હૈયે અને ચહેરે એવી માસુમીયત હતી..


કેદ કરી લેવા છે દરેક "પલ"ને હવે

વહી ના જાય તેવી આશ હયાત હતી...

Gujarati Poem by yogi thakkar : 111156100
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now