Gujarati Quote in Poem by Mewada Hasmukh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્મરણ....

યાદ આવી ગઈ.. મન,
અચાનક તમારી...
ફુરસદ લઇ બેઘડી પળ,
લખી રહ્યો છું...
ગમશે કદાચ શબ્દ,
તમને આ - મારા...
મુલાકાત ની એ ક્ષણ,
યાદગાર લખી રહ્યો છું...

રસ્તા મહી મળ્યા હતા એકવાર તમે,
મિત્રતા નો તેં'દી, પ્રસ્તાવ મૂકી ચુક્યો છું...
સ્મિત રેલાવી અધરે, નજર નમાવી તમે...
સુપર તમારી અદા થી, પાગલ થઈ ચૂક્યો છું...

મળવાનાં દીધેલ કોલ તેં જ પ્રથમ..
રાહ, બસ ત્યારથી જોઈ રહ્યો છું..
ગ્રીષ્મ ની ઉગ્ર અમાસ, શરદ - શીતળ પૂનમે...
કરેલી પ્રણય વાતો, ભીનાં સ્મરણ લખી રહ્યો છું....

વિહરતા એક દિ એકાંતે, રાત મહી..
ચમકવા નું કારણ તારાઓને,
પૂછી ચુક્યો છું...
દિલ મા અરમાનો કૈક થાય છે,
હજુ મુલાકાતો ના...
પણ, નિર્દોષ મનને
મનાવી રહ્યો છું..

હસમુખ મેવાડા

Gujarati Poem by Mewada Hasmukh : 111155970
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now