શોધતી તને ગોતતી
તું નો હોય ત્યાં દેખાતી
કેસરી સુરજ આથમે ને
ને સોળે સંધ્યા ખીલતી રે
કે એવા
સાંજ ના સથવારે....
મને તું જો સાંભરે...
વિરહ ની વેદના
જોને મને થાય રે..
આસુઓ ની સાથે
તારું સ્મિત સાંભરે..
કે તને
શોધતી તને ગોતતી
તું નો હોય ત્યાં દેખાતી
મન મા લઈ હું ફરૂ
છબીઓ તારી જોતો રહુ
તારી આદત થઈ તો
મને સુનુ લાગે રે
કેમ મને સમજાતુ નથી
તારી મીંઢી વાત વગર
હવે ફાવતું નથી રે....
શોધતી તને ગોતતી રે
તું નો હોય ત્યાં દેખાતી રે