૧લી મે
ગુજરાત સ્થાપના દિવસ
જય જય ગરવી ગુજરાત
તુજ શાસનની રક્ષા કાજે,
કુરબાની છે મારી,
અંગે અંગ વ્યાપી ગઈ છે,
ગુજરાતની ખુમારી..
ગુજરાત એટલે કલાપીની કવિતા અને,
તરણેતરના મેળાની લોક સંસ્કૃતિ,
વનરાજની ગર્જના અને કેસર કેરીની મીઠાશ,
ગુજરાત સ્થાપના દિવસે હૃદય પૂર્વક શુભેચ્છા,
વૈવિધતા અને નૈસર્ગીકતા ની આપણી ભૂમિ ઉત્તરોત્તર પ્રગતિ પામે એવી અભ્યર્થના...??
ફરીવાર ગુજરાત સ્થાપના દિવસની અંતઃકરણ પૂર્વક શુભકામનાઓ..??
એ વાત જાણીને ગજ ગજ ફૂલે મારી છાતી,
હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી
➖કુમારપાલસિંહ રાણા