ધુમ્મસ ની પેલે પાર કોઈક આવ્યું નજર
કંઇક ખાસ હતું તેનું આકૃતિ માં
બસ રોકાય ગઈ મારી નજર ત્યાં
ઓજસ થતાં ધુમ્મસ માં તે નજરે આવ્યો
પાસે આવતા તેના તે લાગ્યો ખાસ
શરમાય છે આંખો પણ દિલ છે બેચેન
તેને નિહાળવા, તેને પામવા
બસ થોડી જ દુરી રહી અમારી વચ્ચે
બેચેની નું સ્થાન હવે લાગણી આ લીધું
એક થઈ બંને ની આંખો
આપ લે થઈ મૌન શબ્દો ની
છંકાર થયો તેના હાસ્ય થી મારા દિલ માં
નથી વિસ્તરતી તેની સ્મૃતિ માનસ પટલ પરથી
શું આ સપનું હતું કે તેનું હૂંફાળું આગમન?
#Kavyotsav -2