જ્યારે મન પ્રિયજન વગર વિહવળ બને અને દિલ તેમને મળવા ઝંખે ત્યારે તે પ્રેમિકા ના મન ની વ્યથા...
તેની યાદમાં...!!
નથી કેદ કરી શકતી હું તેમની મહેક ને
પણ તે મહેક વિસરાતી નથી
તેમનામાં અંજાઈને, લજાઈ ને હું પ્રેમ થી સંપૂર્ણ થઈ ગઈ છું...
તેમની મીઠી યાદોના વમળ માં હું ખોવાઈ ગઈ છું..
તેમના પ્રેમાળ ચહેરા ને યાદ કરી લજાઈ જાઉ છું
તેમને વિસરવું શક્ય નથી અને
તેમને હું વિસરાય જાઉ એવી મારી હસ્તી નથી...
વગર વરસાદે તેમની યાદ માં તેમના પ્રેમમાં હું ભીંજાઈ ચૂકી છું..
વર્ષાના અમીછાંટણા ને તેમના મન ની શીતળતા માત આપે છે..
હજારો તસવીરો પણ તેની એક મુલાકાત વગર અધૂરી લાગે છે..
બસ તેમની એક ઝલક માટે આયખું કુરબાન છે..!!
#Kavyotsav -2